ઉપલેટાઃ ધાર્મિક કાર્યક્રમમાં માંડવો પડતા માતા-દીકરાનું મોત
Continues below advertisement
ઉપલેટાઃ રાજકોટના ઉપલેટાના મોટી પાનેલી ગામમાં ધાર્મિક કાર્યક્રમ બાદ મંડપ તૂટતા માતા પુત્રનું મોત થયું હતું. માતા પુત્રના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી વિગતો અનુસાર, મોટી પાનેલી ગામમાં રામપીરનો માંડવો પૂર્ણ થતાં મંડપ ઉતારતી વખતે દોરડું તૂટતા માતા હતેલ બેન અને તેમના પુત્રના મોત થયા હતા.
મોટી પાનેલીના માડસન રોડ તળાવના ગ્રાઉન્ડમાં બનેલી આ ઘટનામાં અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. માતા-પુત્રના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મોટી પાનેલી ગામમાં કોળી સમાજનો ત્રણ દિવસનો માંડવો હતો. માતા અને દીકરાના એક સાથે મોતથી કોળી સમાજમાં શોક વ્યાપી ગયો હતો.
Continues below advertisement