મધ્યપ્રદેશઃ ભિંડમાં પોલીસ સ્ટેશનમાં જવાનો પર હુમલો, એકનું મોત
મધ્યપ્રદેશના ભિંડમાં ઉમરી પોલીસ સ્ટેશનમાં બે પોલીસ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ જવાનનું મોત થયું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઇ શકાય છે કે હુમલાખોર ત્રિકમથી બે જવાન પર હુમલો કરી દે છે. હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતક પોલીસ કર્મીને શહીદને દરજ્જો આપવાની જાહેરાત કરતા તેમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી.