નવું નજરાણું: સુરતને મેટ્રોની ભેટ મળતાં MP સીઆર પાટીલ સહિત ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, જુઓ વીડિયો

અમદાવાદ બાદ સુરતમાં પણ મેટ્રો રેલના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ફટાકડા ફોડી ભાજપના સાંસદ સીઆર પાટીલ, કાર્યકર્તાઓએ અને સુરતવાસીઓએ આવકાર્યો હતો.  ફટાકડા ફોડી અને મીઠાઇ ખવડાવી ખૂશી વ્યક્ત કરી હતી.  સુરત મેટ્રોના 12,114 કરોડના મેટ્રો રેલના પ્રોજેકટના ડીપીઆરને મંજુરી આપવામાં આવી છે. પહેલા તબક્કામાં 40.35 કિલોમીટરના મેટ્રોના બે કોરીડોરના પ્રોજેકટને મંજુરી મળી જતાં ભવિષ્યમાં સામુહિક પરિવહનની સેવામાં વધારો થશે. આ બે રૂટમાં ચાર એલીવેટેડ મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola