આનંદીબેને કહ્યું: નરેન્દ્રભાઈ ને શાદી નહીં કી હૈ લેકિન ઉન કો યે પતા હૈ કિ..........જુઓ વીડિયો
ભોપાલ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં આનંદીબેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈવાહિક સ્થિતિ અંગે નિવેદન આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, નરેન્દ્રભાઈએ લગ્ન નથી કર્યાં પરંતુ મહિલાઓ અને બાળકો જન્મ પહેલાં અને પછી જે પીડા અને સમસ્યાઓનો સામનો કરે છે તેને તેઓ સારી રીતે સમજે છે.