દીવ-દમણના સાંસદ લાલુ પટેલના પત્નીને ઉમેદવારી માટે કલેક્ટર કચેરીમા અંદર જતાં અટકાવતા કર્યો હોબાળો
સંઘપ્રદેશ દમણ અને દીવ ની લોકસભા બેઠક માટે 5000 જેટલા સમર્થકો સાથે સાંસદ લાલુ પટેલ ગુરુવારે ઉમેદવારી પત્રક ભરવા માટે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે તેમના પત્નીનું ડમી ઉમેદવારી પત્રક ભરવાનું હોય તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. લાલુ પટેલ અને 4 જેટલા સમર્થકો સાથે કલેકટર કચરી પહોંચી ગયા હતા અને તેમના પત્ની તરુણા પટેલ પાછળથી પહોંચ્યા હતા જ્યાં તેમને પોલીસ કર્મચારી દ્વારા અટકાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે બળાપો કાઢ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણી સુધી તો આ લોકો જ અમારા ભગવાન છે અને ત્યારબાદ અમે એમના ભગવાન ‘ચાર દિવસ સાસુ ના અને તે પછી વહુ ના’ આવી પંક્તિ નું ઉચ્ચારણ કરી તેમણે બળાપો કાઢ્યો હતો.