શ્રીલંકા સામેની મેચમાં દર્શકોએ તોફાન કરતાં મેચ રહી બંધ, ધોની મેદાન પર જ અડધો કલાક સૂઈ ગયો, જુઓ વીડિયો

કોલંબોઃ ભારતીય ટીમે ગઇકાલે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ત્રીજી વન-ડેમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો. જીતના હીરો રહેલા ભારતીય ઓપનર રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રહ્યા હતા. મેચ દરમિયાન એવી ઘટના બની હતી જેને જોઇ સૌ કોઇ ચોંકી ઉઠ્યું હતું.

વાસ્તવમાં 218 રનનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાએ જ્યારે 44 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 210 રન બનાવી લીધા હતા. ભારતીય ટીમ વિજય તરફ જઇ રહી હતી તે જોઇ સ્ટેડિયમમાં હાજર શ્રીલંકાના ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા હતા અને મેદાન પર બોટલો ફેંકવા લાગ્યા હતા. જેનાથી મેચ થોડો સમય રોકવી પડી હતી.

આ દરમિયાન તોફાન કરતા કેટલાક દર્શકોને મેદાનમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જે દરમિયાન સમય મળતા મહેન્દ્રસિંહ ધોની જમીન પર જ સૂઇ ગયો હતો. ધોનીને જમીન પર ચાલુ મેચે સૂતો જોઇ દર્શકો સહીત કોમેન્ટેટર પણ ચોંકી ઉઠ્યા હતા. હાલમા આ  વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola