Video: સીધા મહિલાના માથા પર પડ્યું નારિયેળનું ઝાડ, થયું મોત
મુંબઈમાં એક મહિલાના માથા પર નારિયેળનું ઝાડ પડવાને કારણે મોત થયું છે. મહિલાનું નામ કંચન નાથ હતું. તે 58 વર્ષની હતી. કંચન પહેલા દૂર્દર્શનમાં એન્કરિંગ કરતી હતી અને યોગા પણ શીખવાડતી હતી. આ ઘટના શુક્રવારની હતી. મહિલાને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. આ ઘટના માટે બીએમસીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.