વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટી જાહેરાત: 25 લાખ ખેડૂતોને 0% વ્યાજે લોન મળશે: રૂપાણી
Continues below advertisement
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં બન્ને પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે પીએમ નરેંદ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરના ભાટ ગામ ખાતે એક સભાને સંબોધી હતી. તે પહેલા વિજય રૂપાણીએ અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણીલક્ષી જાહેરાત કરી હતી. તેમને ખેડૂતોને 3 લાખની લોન વ્યાજ વગર આપવાની જાહેરાત કરી હતી.
રૂપાણી સરકારે ગુજરાતના 25 લાખ ખેડૂત પરિવારોને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવા સરકાર ખેડૂતોને ખેતી માટે 3 લાખની લોન આપવાની જાહેરાત કરી હતી. એ લોન પર લેવાતું 7% વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. ખેડૂતોને વ્યાજ વગરની લોન આપશે. રૂપાણીએ ખેડૂતો માટે સરકારની તિજોરી ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી.
Continues below advertisement