સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપવાને લઈ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો

ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.  મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર હરકતમાં આવી ગઈ છે. મનસુખ વસાવાએ રાજીનામાને લઈને જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તો પણ રાજીનામું પરત નહીં ખેંચું. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી. પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી. અગાઉ પણ પાર્ટીમાં તેમણે રાજીનામું આપવા મુદ્દે વાત કરી હોવાનો દાવો કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola