અમદાવાદમાં કોરોના ફરી વર્ક્યો, છેલ્લા 24 કલાકમાં નવા કેટલા કેસ નોંધાયા
Continues below advertisement
અમદાવાદમાં દિવાળીના તહેવારોએ જ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. શહેરમાં ગુરૂવારે 24 કલાકમાં 181 કેસ નોંધાયા અને ત્રણ દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. કોરોનાના વધતા કેસો વચ્ચે પણ બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. લાલ દરવાજા અને ભદ્ર વિસ્તારમાં ગઈકાલે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશલ ડિસ્ટંસના ધજાગરા ઉડ્યા હતાં. સોશલ ડિસ્ટંસના નિયમોની ઐસી કી તૈસી કરવાની ભૂલ હવે ભારે પડી રહી છે. દિવાળી સમયે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. અમદાવાદમાં કેસો વધતા હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા છે.
Continues below advertisement