Baba Saheb Ambedkar statue vandalized: અમદાવાદમાં ડો.આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર ઝડપાયા

અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાને લઈ બે આરોપીને ક્રાઈમ બ્રાંચે દબોચ્યા. જૂની અદાવતને લઈ બદલો લેવા આચર્યું કૃત્ય.. અન્ય ત્રણ શખ્સની ભૂમિકા પણ શંકાસ્પદ. 

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હવે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી છે.

આ અંગે જોઈન્ટ પોલીશ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, મેહુલ ઠાકોર અને ભોલા નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બાકીના 3 આરોપીઓના નામ પણ સામે આવી ગયા છે. જેઓ મોબાઈન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે એની પણ પાછળ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે. આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ પાસે રહે છે. મૂર્તિ ખંડિત કરવાના કારણની જો વાત કરવામાં આવે તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે. ત્યાં નાળિયા સમાજ રહે છે અને આ લોકોનો જુની માથાકૂટ ચાલે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola