અમદાવાદઃ 55 વર્ષીય ભૂપેન્દ્રસિંહ બ્રેઇન ડેડ જાહેર થતા કરાયું અંગદાન, છ લોકોને મળશે જીવનદાન

Continues below advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો પ્રથમ સફળ કિસ્સો બન્યો હતો. 55 વર્ષીય પુરુષનું બ્રેઇન ડેડ થતા કરાયેલા અંગદાનથી 6 લોકોને જીવતદાન મળશે. વર્ષ 2019 માં રાજ્ય સરકારે ટીશયુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ડર જાહેર કર્યો હતો. જે બાદ વર્ષ 2020 માં સિવિલ હોસ્પિટલને પ્રથમ કિસ્સામાં સફળતા મળી છે.55 વર્ષીય ભુપેન્દ્રસિંહ રાવને બ્રેઇન ડેડની બીમારી થતા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો..સિવિલ હોસ્પિટલના તબીબોના મત અનુસાર ભુપેન્દ્ર રાવના અંગદાનના નિર્ણયના કારણે 5 થી 6 અલગ અલગ દર્દીઓને નવું જીવન મળશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram