Ahmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

Continues below advertisement

Ahmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

Ahmedabad: અમદાવાદની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાળકીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગાર્ગી રણપરાનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ વિદ્યાર્થિનીના માતા પિતા હાલ મુંબઈ છે. જેમને આ ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ મુંબઈથી અમદાવાદ આવવા રવાના થયા છે. જો કે, શાળા પાસે બાળકીની અસ્થમા અંગેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નહિ અપાઈ હોવાનું પ્રિન્સિપાલનું કહેવું છે. ઘટના જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરુ કરી છે.

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી મુજબ બાળકી સ્કૂલની લોબીમાં ઉભેલી જોવા મળે છે. ત્યારે તેમની સાથેના વિદ્યાર્થીઓ આગળ જતા દેખાઈ રહ્યા છે. જો કે, ગાર્ગી ત્યાની ત્યા જ ઉભી રહે છે. જે બાદ તે થોડીવાર પછી થોડી આગળ ચાલે છે અને પછી અચાનક લોબીમાં રહેલી ખુરશી પર બેસી જાય છે. જો કે, તેમની સામે જ અન્ય ટીચર વાતો કરતા જોવા મળે છે. પરંતુ તેમનું ધ્યાન પડતુ નથી. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ ગાર્ગીને જોઈ જાય છે અને તેમની પાસે આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram