કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદના બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી
દિવાળીના તહેવારો અગાઉ અમદાવાદના બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. શહેરના રતન પોળના બજારમાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન અનેક લોકોએ કોરોના મહામારી છતાં માસ્ક પહેર્યું નહોતું. સાથે સોશિયલ ડિસ્ટન્સનો પણ સદંતર અભાવ જોવા મળ્યો હતો.