અમદાવાદઃ વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 100 જવાનોએ મેળવ્યો કાબૂ
અમદાવાદની વટવા GIDCમાં કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો છે. રાત્રે સાડા 12 વાગ્યે કેમિકલ ફેક્ટરીમાં આગ સાથે ધડાકા થતા પાંચ કિલોમીટર સુધી અવાજ સંભાળાયો હતો. સૌ પ્રથમ માતંગી કેમિકલ અંડર કન્ટ્ર્ક્શન કંપનીમાં આગ લાગી હતી. ત્યારબાદ તેની આસપાસ આવેલી ચાર જેટલી કંપનીઓ આગની ચપેટમાં આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. 40 ફાયર ટેન્કર અને 100 જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.