નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડ થશે તો આત્મવિલોપન કરીશ, ચાંદખેડા PIને ધમકી આપનાર સામે શું કરાઇ કાર્યવાહી?
અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચમાં ભીડ ભેગી થશે તો ગાંધીનગરના એક શખ્સે આત્મવિલોપન કરવાની ચાંદખેડા પીઆઈને ધમકી આપી હતી. ગાંધીનગરના પંકજ પટેલ નામના શખ્સે ધમકી આપી. આ ધમકીનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આખરે પોલીસ એકશનમાં આવી અને ચાંદખેડા પોલીસ ઈંસ્પેકટર કે.વી. પટેલે ધમકી આપનાર પંકજ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.