સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો, એક જ દિવસમાં કેટલા વધ્યા ભાવ ? જુઓ વીડિયો
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવમાં કિલો દીઠ 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં સોનાનો ભાવ બે મહિનાની ટોચે પહોચ્યો છે. અમદાવાદ બજારમાં ચાંદીના એક કિલોમાં 1500 રૂપિયાના વધારા સાથે 68 હજાર 500 પર પહોંચ્યો છે તો સોનામાં પણ 800 રૂપિયાના વધારા સાથે 99.50ના દસ ગ્રામના 52 હજાર 600 અને 99.90ના 52 હજાર 800 રૂપિયા પર પહોંચ્યો છે. આ સાથે નવા કેલેન્ડર 2021માં અત્યાર સુધીના ભાવમાં 1000ની તેજી આવી ચૂકી છે. તો પ્લેટીનમ અને પેલેડીયમના ભાવમાં પણ અસાધારણ વધારો જોવા મળ્યો છે.