અમદાવાદઃ હવે કોરોના સંક્રમિત આઈસોલેશનના નિયમનો ભંગ કરશે તો થશે કાર્યવાહી
અમદાવાદમાં કોરોના સંક્રમિતો જો આઈસોલેશનના નિયમોનો ભંગ કરશે તો હવે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. મનપાએ બે દિવસમાં નવ દર્દીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડામાં ચાર, વાસણામાં એક અને મણિનગરમાં ત્રણ દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.