માસ્ક ન પહેરવા પર એક હજારનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલની રજૂઆત, જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમી ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે ગુજરાત સરકારે લોકોને માસ્કના દંડમાં રાહત આપવા માટે વિચાર કર્યો છે. માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો છે.