Ahmedabad: શહેરમાં નવા 169 નોંધાયા કેસ, એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 800ને પાર Watch Video

Ahmedabad:શહેરમાં નવા 169 નોંધાયા કેસ, એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 800ને પાર Watch Video 

અમદાવાદમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં 169 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે 71 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1260 જેટલા કેસ નોંધાયા છે જેમાં 859 જેટલા કેસો હાલ એક્ટિવ છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં વધતા જતા કેસોને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે જે લોકો ને કોરોનાના લક્ષણો જેવા કે તાવ, ઉધરસ, શરદી અને ખાંસી હોય તેઓએ રથયાત્રામાં જવુ જોઈએ નહી. ખાસ કરીને વૃદ્ધો સગર્ભાવો અને નાના બાળકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.                                          

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola