Rushikesh Patel: વકરતા કોરોના અને રથયાત્રાને લઈને આરોગ્ય મંત્રીએ શું આપી સલાહ?
Rushikesh Patel: વકરતા કોરોના અને રથયાત્રાને લઈને આરોગ્ય મંત્રીએ શું આપી સલાહ?
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા હતા પણ તેની સામે માત્ર 71 દર્દી સ્વસ્થ થયા હતા. છેલ્લા 42 દિવસમાં કોરોનાના 1 હજાર 260 કેસ નોંધાયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને તાવ, શરદી, ખાંસી હોય તો 27 જૂનના જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવાનું ટાળવા અપીલ કરી હતી. કોરોનાની સ્થિતિ હાલ ગંભીર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે લોકોને કોરોનાના લક્ષણો હોય તો રથયાત્રામાં જવાનું ટાળવાની સલાહ આપી છે. લક્ષણોવાળા વ્યકિતને હોમ આઈસોલેશનમાં જ રહીને ટીવી ચેનલ પર ભગવાનના દર્શન કરી લેવા જોઈએ.