અમદાવાદના રામોલમાં ત્રણ લૂંટારુઓ ગન બતાવી કારની લૂંટ ચલાવી ફરાર
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના બની હતી. રામોલ વિસ્તારમાં ગન બતાવીને મોડી રાત્રે લૂંટ ચલાવાઇ હતી. ત્રણ લૂંટારુઓ ગન બતાવી કાર લઇને ફરાર થઇ ગયા હતા. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.