અમદાવાદ: કોરોના દર્દીઓ માટે સામાજિક કાર્યકર મહિલાએ શરું કર્યો ઓટો એમ્બ્યુલન્સ પ્રોજેક્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Apr 2021 07:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે હવે જગ્યા પણ બાકી રહી નથી.108 એમ્બ્યુલન્સ સાથે જ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પણ અત્યારે 24 કલાકથી પણ વધુ વેટિંગમાં ચાલી રહી છે. ત્યારે સામાજિક કાર્ય સાથે જોડાયેલી રીચા પાઠકે પોતાના ટીમ મેમ્બર સાથે એક પહેલ કરી છે. શહેરમાં કોરોના દર્દીઓ માટે ઓટો રીક્ષા સેવા શરૂ કરવામાં આવી છે.. આ સાથે જ ઓટોરિક્ષા ચાલકોને રોજગારી મળે સાથે જ કોરોના દર્દીઓ અને હોસ્પિટલ જવા માટે પણ મદદરૂપ થઈ શકે.