Ahmedabad: રથયાત્રા રૂટ પરના 285 મકાનોને AMCએ આપી નોટિસ

Continues below advertisement

અમદાવાદમાં ભયજનક મકાનોને નોટિસ આપવા છતાં રહીશો મકાનમાં રહી રહ્યા છે....મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે રથયાત્રા રૂટ પર આવતા 285 મકાનને નોટિસ આપી છે...જ્યાં Abp અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં નોટિસ આપેલા મકાનમાં પણ સ્થાનિકો રહેતા હોય તેવું સામે આવ્યું છે....શાહપુર વિસ્તારમાં આવેલા મકાનને કાયમી જર્જરિત જાહેર કરી નોટિસ લગાવવામાં આવી છે..જો કે લોકોનું કહેવું છે કે મકાન ખાલી કરવાની જવાબદારી માલિકની અથવા ભાડુઆતની હોય છે..અન્ય સ્થળે ક્યાં રહેવા જવુ તેમ માનીને અનેક રહીશો નોટિસ આપેલા મકાન ખાલી નથી કરતા....શાહપુર વિસ્તારમાં AMCએ રથયાત્રાના રૂટ ઉપર 4 અને રૂટ સિવાયના 3 મકાનોને નોટિસ આપી છે.

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા રૂટ ઉપર સર્વે કરવામાં આવ્યો.ભયજનક મકાનોને નોટિસ આપવાની કામગીરી બાદ abp અસ્મિતાએ ચકાસવા પ્રયાસ કર્યો કે નોટિસ આપ્યા બાદ મકાનમાલિક દ્વારા તેની જાળવણી કરાય છે કે કેમ?શાહપુર વિસ્તાર જ્યાથી રથયાત્રા પસાર થાય છે તે રૂટ ઉપર 4 અને રથયાત્રાના રૂટ સિવાય ત્રણ મકાન જર્જરિત છે જેને નોટીસ આપવામાં આવી છે.ABP અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં મકાનના ભાડુઆત સાથે વાતચીત કરી.જેમણે સ્વીકાર્યું કે નોટિસ મળ્યા બાદ સમારકામની જવાબદારી મકાન માલિકની હોય છે પણ મોટાભાગના મકાન માલિકો મકાનના સમારકામ કરાવતા નથી.ભાડુઆતના પોતાના મકાન ન હોવાથી પણ સમારકામ કરાવતા નથી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram