અમદાવાદ:AMC દ્વારા 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન વેપારીઓને રસી અપાશે, વેક્સિનનો ડોઝ ઓછો થતાં મુદ્દત લંબાવાઇ
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન વેપારીઓને રસી આપવામાં આવશે. વેપારી સંગઠનોને AMC વેક્સિન આપશે. અગાઉ 30 જૂન સુધી કર્ફ્યુવાળા શહેરોમાં વેપારીઓને રસી લેવી ફરજિયાત હતી. પરંતુ વેક્સિનનો ડોઝ ઓછો થતાં મુદ્દત લંબાવાઇ છે.