CID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલ
Continues below advertisement
CID Crime | અમદાવાદના સટ્ટા કેસમાં દુબઈ પૈસા જતાં હોવાની માહિતી મળી હતી. 11 જુદી જુદી આંગડિયાની પેઢીઓ પર ઈનકમટેક્સના અધિકારીઓ સાથે રેડ કરવામાં આવી હતી. 18 કરોડ 51 લાખ રોકડા અને 1 કિલો સોનું અને 66 મોબાઈલ કબ્જે કર્યા હતા. તમામ રોકડ અને સોનું ઇન્કમટેક્સ વિભાગને સોપવામાં આવ્યું છે. મોબાઈલ ફોન સીઆઇડી ક્રાઇમ કબ્જે લઈ એફએસએલ ખાતે મોકલી તપાસ કરવામાં આવી રહી છે. આંગડિયા પેઢીમાંથી મળેલ રોકડ રકમ અંગે ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરી રહ્યું છે. આ કેસમાં કોઈ પણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી. આ દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો છે.
Continues below advertisement