અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળની નહિવત અસર જોવા મળી છે. અમદાવાદમાં સવારથી જ રાબેતા મુજબ રિક્ષાઓ દોડતી જોવા મળી . કેટલાક રીક્ષા ચાલકો હડતાળ અંગે અજાણ છે. 2 લાખ રીક્ષાના પૈડા થંભી જશે તેવું કરાયો હતો દાવો. પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના આરોપની સાથે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. રીક્ષા યુનિયનોની જાહેરાતની કોઈ અસર અમદાવાદમાં જોવા નથી મળી.
અમદાવાદ પોલીસ દ્વારા ખોટી રીતના હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે અમદાવાદના અનેક રીક્ષા યુનિયનોએ આજે હડતાલનું એલાન કર્યું છે એટલે કે ગત મોડી રાત્રે 12 વાગ્યાથી દરેક રીક્ષાના પૈડા થંભી જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. લગભગ અમદાવાદમાં 2 લાખથી ઉપર વધારે ઓટો રિક્ષા છે ,પણ અત્યારની સ્થિતિ જોતા લાગે છે કે તે રીિક્ષા હડતાલનું જે એલાન છે તેને સમર્થન નથી મળી રહ્યું. અમદાવાદના ઇસ્કોન વિસ્તાર છે જ્યાં રિક્ષા ચાલકો પોતાની રિક્ષા ચલાવી રહ્યા છે. મુસાફરોને પણ બેસાડી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે જે પણ સ્ટોપ હોય છે ત્યાં પણ રિક્ષા ચાલકો પેસેન્જરોને બેસાડી અને આગળ વધી રહ્યા છે.