Ahmedabad Police: દેવદૂત બન્યા બોપલ PI બી. ટી. ગોહિલ, બચાવ્યા એક જ પરિવાના 3 લોકોના જીવ
અમદાવાદ પોલીસે પુરૂ પાડ્યું માનવતાનું ઉદાહરણ.. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ટી.ગોહિલ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે જ દેવદર્શન એપાર્ટમેન્ટ નજીક તેમને રસ્તા પર કંઈક અજીબ લાગતા પોલીસ વાન રોકી હતી. રસ્તા પર એક મહિલા બેસીને આક્રંદ કરી રહી હતી. તેની બાજુમાં 11 વર્ષનો પુત્ર રડી રહ્યો હતો.. અને મહિલાના ખોળામાં તેનો પતિ બેભાન હાલતમાં પડ્યા હતા. જે જોઈને પીઆઈ બી.ટી.ગોહિલ સહિતના પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા.. ઘરમાં ઝઘડો થતા પતિ-પત્નીએ ઝેરી દવા પીધી હોવાનું કહીને રડતા બાળકે પોલીસને મદદ કરવા માટે વિનંતી કરી. એક ક્ષણ પણ ન ગુમાવતા પીઆઈ બી.ટી.ગોહિલે બેભાન અવસ્થામાં રહેતા પતિના મોંમાં આંગળી મુકીને ઉલ્ટી કરાવી. વારંવાર પ્રયત્ન કરતા ઝેરી દવા બહાર આવવા લાગી હતી. એ જ રીતે મહિલાને પણ આ જ રીતે ઘટનાસ્થળ પર સારવાર આપીને તાત્કાલિક વકીલ સાહેબ બ્રિજ નજીકની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દંપતીના નાના બાળકને પણ ખાવા-પીવાનું આપીને પોલીસે વિશ્વાસ અપાવ્યો કે તેના માતા-પિતા સલામત છે.. હોસ્પિટલમાં સારવાર મળતા હાલ બંન્ને પતિ-પત્ની સુરક્ષિત છે.. તો પતિ-પત્નીએ પણ બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ટી.ગોહિલનો આભાર માન્યો.