Botad news: બોટાદમાં RAW અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરતો નકલી અધિકારી ઝડપાયો
Continues below advertisement
નકલી રૉ અધિકારીને ઝડપી પાડ્યો બોટાદ LCBએ. મહેશ ઈસામલીયા નામનો આરોપી પોતાને રૉ અધિકારી ગણાવીને નકલી ઓળખપત્ર બનાવીને લોકોને નોકરી આપવાની લાલચ આપતો. બાતમીના આધારે LCBની ટીમે આરોપીની નાગલપર દરવાજા પાસેથી ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી અલગ અલગ અખબારોના ઓળખપત્રો પણ મળી આવ્યા છે. એટલુ જ નહીં ડિફેન્સ એજન્સીના લોગો વાળુ પણ એક નકલી ઓખપત્ર મળી આવ્યુ હતુ. રૉ અધિકારીનું નકલી ઓળખપત્ર આરોપીએ બોટાદના ઓમ ગ્રાફિક્સમાં બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ તો પોલીસે નકલી રૉ અધિકારી મહેશ ઈસામલીયા અને ગ્રાફિક્સના માલિક અંકિત પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.. સાથે જ જો કોઈ લોકો આરોપીથી છેતરાયા હોય તો બોટાદ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement