અમદાવાદમાં કોરોનાનો કહેર, સંક્રમણ વધતા વિવિધ વિસ્તારોમાં નવા 11 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા
અમદાવાદ ( Ahmedabad)માં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની સાથે નવા કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. વધુ 11 વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઘાટલોડિયાની રન્નાપાર્ક અને શાયોના પાર્ક નામની બંને સોસાયટીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરાયા છે. કુલ 900 લોકો કવોરન્ટીન કરાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 11 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 33ને દૂર કરાતા હવે શહેરમાં 276 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.