અમદાવાદ: કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ, બોપલમાં દૂકાનો બંધ અને રસ્તા સૂમસામ
કોરોનાના કારણે અમદાવાદ (Ahmedabad)ના બોપલ વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. રવિવાર અને કોરોના સંક્રમણ વધતા વેપાર ધંધા બંધ જોવા મળ્યા. રવિવારે ખુલ્લા રહેતા એકલદોકલ ધંધાકીય એકમો પણ બંધ જોવા મળ્યા. શનિવાર અને રવિવારે અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાન અપાયા છે તો અનેક વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક બંધ રાખવામાં આવી રહ્યા છે.