અમદાવાદ:આનંદનીકેતન શાળા સામે કાર્યવાહીની માંગ, NSUIનું જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર
અમદાવાદની આનંદની કેતન શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શાળાની મનમાની અંગે NSUIએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે શાળાએ ઓરમાયું વર્તન કર્યું હતું.