અમદાવાદઃ અષ્ટમીના મહાપર્વ નિમીત્તે ભક્તોનો મંદિરમાં જમાવડો, CM ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા
અમદાવાદમાં અષ્ટમીના મહાપર્વને લઈને ભક્તો વહેલી સવારથી ભદ્રકાલી મંદિરમાં પહોંચી રહ્યા છે. નોરતાના આઠમા દિવસે માહગૌરી પૂજા કરાઈ રહી છે. સાંજે છ વાગ્યે મહાયજ્ઞ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ પણ દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ ટ્વિટ કરીને આપી છે.