Ahmedabad Fire in Bus| અમદાવાદમાં કાલુપુર BRTS બસમાં આગ, આગનું કારણ અકબંધ

Continues below advertisement

અમદાવાદમાં કાલુપુર BRTS બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી છે. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ જો આવું ચાલતી બસે થયું હોત તો કેવી ઘટના બની હોત તે વિચાર જ કંપારી ધ્રુજાવી નાખે તેવો છે.

આ પહેલા અમદાવાદના મેમનગર વિસ્તારમાં  BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ  સર્જાયો હતો,બીઆરટીએસમાં અચાનક આગ લાગવવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવીહતી ,પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી છે. હાલ બસમાં આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી.હાલ આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,કોઇ જાનહાનિના સમાચાર નથી.

બીઆરટીએસમાં અગાઉ આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે તેની પાછળ કોર્પોરેશન દ્વારા બસોનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ રખાતું ન હોવાનું માનવામાં આવે છે. આના ઉપરાંત અન્ય મહત્વના કારણમાં બસનું મેઇન્ટેનન્સ મોંઘુ પડતું હોવાના લીધે તેના સ્પેરપાર્ટસ પછી ઓરિજિનલના બદલે ડુપ્લિકેટ નાખવામાં આવે છે. તેના કારણે પણ પછી બસ અપેક્ષા મુજબની કામગીરી કરતી નથી. તેના લીધે આ પ્રકારના બનાવો પણ વધતા જાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram