દિવાળીથી લઈ છઠ્ઠ સુધી લોકોને રેલવેમાં લાંબા વેટિંગનો સામનો કરવો પડે છે. આનું એક મોટું કારણ છે રેલવે રિઝર્વેશન ટિકિટનું બુકિંગ 120 દિવસ પહેલા કરવું પડે છે. હવે રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં લાંબી વેઈટિંગની સમસ્યા દુર થશે,
હવેથી રેલવે રિઝર્વેશન ટિકિટનું એડવાન્સ બુકિંગ માત્ર 60 દિવસ પહેલા જ થઈ શકશે. નવી સિસ્ટમ આવતા મહિનાથી અમલમાં આવશે.રેલવે બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, 1 નવેમ્બર 2024થી રિઝર્વેશન ટિકિટનું એડવાન્સ બુકિંગ માત્ર 60 દિવસ પહેલા થશે. જ્યારે 31 ઓક્ટોબર 2024 સુધી 120 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુક કરવાની સર્વિસ ચાલુ રહેશે.રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોમાં રિઝર્વેશનની જૂની સિસ્ટમ જે એક જ દિવસમાં મુસાફરી પૂરી કરે છે, એટલે કે એડવાન્સ ટિકિટ બુક કરવા માટે નક્કી કરવામાં આવેલી લોઅર લિમિટ, પહેલાની જેમ જ લાગુ રહેશે. આ પ્રકારની ટ્રેનમાં તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે.