Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશો

Continues below advertisement

અમદાવાદ શહેરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. શહેરના નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ શખસ ફરાર થયો હતો. જ્યારે ફાયરિંગની ઘટનામાં વેપારીને કાનના ભાગે ગોળી વાગતા ઈજા પહોંચી છે. જેને લઈને તેને સારવાર અર્થે જીવરાજ મહેતા હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જેમાં ક્યાં કારણોસર ફાયરિંગ કરાયું તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જો કે, કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરાયાની આશંકા છે.

ફાયરિંગના બનાવમાં શાકભાજીની દુકાન ધરાવતો વેપારી ઈજાગ્રસ્ત થયો હતો. જે વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વેપારીને કાનના ભાગે ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાની સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola