Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ

 

દિલ્હીમાં પ્રદુષણથી છૂટકારો મળવાના કોઈ સંકેત નથી.. અહીંયાના અનેક વિસ્તારોમાં AQI 500ને પાર થઈ ગયો છે.. હરિયાણામાં પણ હવાના પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે.. અહીંયા રિયલ ટાઈમ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પણ સતત વધારો થઈ રહ્યો છે... આ રિપોર્ટ પ્રમાણે દિલ્હીની હવા પહેલા કરતા વધારે ખરાબ થઈ રહી છે.. આજે સવારે ડીઆઈટીમાં 609 જહાંગીરપુરામાં 598 મંદિર માર્ગ પર 505 પશ્ચિમ વિહારમાં 501 રઘુવીરનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 રહ્યો હતો.. આઠ શહેરોમાં AQI સૌથી વધારે ખરાબ છે... જેમાં ભિવાની શહેર સૌથી વધુ પ્રદુષિત શહેર છે.. રાજધાનીમાં પણ ઠંડી શરુ થઈ ગઈ છે. ગાઢ ધુમ્મસના કારણે બુધવારે સવારે 8 વાગ્યે IGI એરપોર્ટ પર શૂન્ય વિઝિબિલિટી હતી, જ્યારે કેટલીક જગ્યાએ વિઝિબિલિટી 125 થી 500 મીટરની વચ્ચે હતી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola