Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો


Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો 

જો તમે મેટ્રોમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદના વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટ પર હવે પીક હવર્સ દરમિયાન દર સાત મિનિટે તમને મેટ્રો ટ્રેન મળશે. પેસેન્જર્સની  સતત વધી રહેલી સંખ્યાને પગલે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લેવાયો છે. એટલે સવારે 8 થી 11 જ્યારે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન દર સાત મિનિટે મેટ્રોનું સંચાલન થશે જ્યારે નોનપીક કલાકોમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. સાઉથ કોરિડોરમાં APMC મોટેરા સુધીના રૂટ પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે.. રવિવારે તેમજ રજાના દિવસોમાં પીક અવર્સમાં દર 10 મિનિટે તેમજ નોનપી કવર્સમાં દર 12 મિનિટે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં અત્યારે લગભગ 70% પેસેન્જરો અને 30% પેસેન્જરો જ નોર્થ સાઉથ કોરિડોરમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં લગભગ 35 થી 45% સુધીનો વધારો થયો છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola