Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS-એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, A.T.S.એ અમદાવાદથી મહોમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોયડાથી ઝિશાન અલીની ધરપકડ કરી છે.
ATSના અધિકારીઓએ જણાવ્યું, અલ-કાયદાના આતંકી મૉડેલ સાથે આ ચારેય લોકો જોડાયેલા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ અને કેટલીક શંકાસ્પદ ઍપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈ તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું પણ જણાયું છે. હાલ ચારેયની પૂછપરછ ચાલી રહી છે.