Ahmedabad Heavy Rain | અમદાવાદમાં વરસાદ શરૂ | Rain Updates | 6-9-2024 | Abp Asmita
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવાર રાતથી મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ, એસજી હાઈવે, ઇસ્કોન ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ, બોપલ સાયન્સ સિટી, ગોતા વિસ્તારમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચાંદખેડા, રાણીપ, ન્યુ રાણીપ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.. આ તરફ વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર ગાર્ડન વિસ્તારમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો વાતાવરણમાં પલટો ગઈ કાલેરાતથી જ આવેલો છે. કાલે અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા અને આજે સવારથી પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, દેવભૂમિ, ધ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ અને દીવમાં હડવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જો કે અમદાવાદ શહેરમાં આજે મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ.