Ahmedabad Mass Suicide: એક જ પરિવારના પાંચ લોકોએ કરી આત્મહત્યા | Abp Asmita
Ahmedabad Mass Suicide: એક જ પરિવારના પાંચ લોકોએ કરી આત્મહત્યા | Abp Asmita
બાવળા નજીક આવેલા બગોદરા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, બગોદરા બસ સ્ટેશન પાસે આવેલી એક ઘરમાં આ કરુણ બનાવ બન્યો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો વતની હતો અને છેલ્લા કેટલાક સમયથી બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતા રિક્ષા ચલાવતા હતા.