Gujarat Rain News: આગામી ત્રણ કલાકમાં ભયંકર વરસાદની આગાહી | Weather News LIVE
Gujarat Rain News LIVE | આગામી ત્રણ કલાકમાં ભયંકર વરસાદની આગાહી | Weather News LIVE
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે, જ્યારે પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ કલાકમાં નીચેના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ આગાહીને પગલે, સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે વરસાદને લઇને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે છૂટછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.