અમદાવાદમાં પીરાણા પાસે ફેક્ટરીમાં વિસ્ફોટથી લોકોના શરીરના ચીંથરા ઉડ્યા હતા, જુઓ CCTV
અમદાવાદમાં પીરાણા પાસે સાહિલ કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટથી કુલ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનાથી મૃતકોના શરીરના ચીથરા ઉડ્યા હતા. તે સિવાય આસપાસના નવ ગોડાઉનની છત અને દિવાલો પત્તાની જેમ તૂટી પડી હતી. વિસ્ફોટથી કાપડના ગોડાઉનમાં કામ કરતા પાંચ મહિલા અને સાત પુરુષોના મોત થયા હતા.