અમદાવાદમાં સંક્રમણ અટકાવવા મનપાની નવી ઝુંબેશ, માસ્ક વગરના લોકોનું કરાશે કોરોના ટેસ્ટિંગ
અમદાવાદમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. એવામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા AMCની નવી ઝુંબેશ શરુ કરી છે. હવે માસ્ક વગરના લોકોનો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાશે સાથે દંડ પણ વસૂલવામાં આવશે. પોઝિટિવ આવનાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાશે. ઉસમાનપુરા વિસ્તારમાં AMCએ આ કામગીરી શરૂ કરી દીધી છે.