Ahmedabad News : બાવળામાંથી SOGની ટીમે ઝડપી પાડ્યું ગર્ભપાત કરાવવાનું કૌભાંડ
અમદાવાદ જિલ્લાના બાવળામાંથી SOGની ટીમે ઝડપી પાડ્યું ગર્ભપાત કરાવવાનું કૌભાંડ. પનામા ગેસ્ટ હાઉસમાંથી SOGની ટીમે ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો. હેમલતા દરજી નામની મહિલા નર્સ હોટલમાં ગર્ભપાત કરાવતી હોવાનો ખુલાસો થયો છે. મહિલા નર્સ હેમલતા દરજી ગર્ભવતી મહિલાઓને એનેસ્થેસિયા આપીને ગર્ભપાત કરાવતી. જેના બદલામાં એક પાંચ હજાર રૂપિયા વસુલતી હતી. SOG અને હેલ્થ વિભાગની ટીમે દરોડા પાડીને મહિલા નર્સ હેમલતા દરજી, એક ગર્ભવતી મહિલા, તેના સંબંધીની ધરપકડ કરી. જ્યારે સ્થળ પરથી એક ભ્રૃણ પણ મળી આવ્યુ હતુ.. તપાસમાં ખુલાસો થયો છે કે એક જ હોટલમાં આરોપી મહિલા નર્સે અલગ અલગ ત્રણ મહિલાનું ગર્ભપાત કર્યુ. પોલીસને આ રેકેટમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. બીજી બાજુ હોટલ પનામામાં એસી રૂમના એક હજાર રૂપિયા જ્યારે નોન એસી રૂમના 600 રૂપિયાનું ભાડુ પણ વસુલવામાં આવતુ હતુ.. હાલ તો પોલીસે હોટલના સીસીટીવી અને અન્ય રજીસ્ટર અને ચોપડા સહિતની સામગ્રી જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે..