Ambalal Patel Prediction : આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી: અંબાલાલ પટેલની આગાહી
આ અનુમાન વ્યક્ત કર્યુ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યુ કે 10 જુનથી રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે.. ચોમાસાના આગામન સાથે જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે પવન ફુંકાવાની શક્યતા છે.. સાથે જ અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા સંભવિત વાવાઝોડુ હવે વિખેરાયુ હોવાના પણ સંકેત મળી રહ્યા છે.. પરંતુ સિસ્ટમ બનતા કાલથી 3 જુન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે મુંબઈ તથા પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે વલસાડ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તે સિવાય 27 મેથી 3 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
તે સિવાય ખંભાત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા અંબાલાલ પટેલે અપીલ કરી હતી. 28 મેથી 3 જૂન સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી.