Ahmedabad: કોરોના દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવા માટે હવે 108 અને આધાર કાર્ડની નહીં પડે જરૂર, જુઓ વીડિયો
અમદાવાદ શહેરમાં કોવિડની વર્તમાન સ્થિતિમાં શહેરીજનોને રાહત આપવા મોટું પગલું લેવામાં આવ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. હોસ્પિટલોએ કોવિડ દર્દીઓ કોઈપણ રીતે પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે.