
Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?
અમદાવાદના બોપલ પાસે ગરોડિયા ગામમાં એનઆરઆઈની હત્યામાં એક આરોપી ઝડપાયો. બોપલ પાસે ગરોડિયા ગામમાં એનઆરઆઈ દીપક પટેલની હત્યામાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો વાઘેલા નામનો આ આરોપી ગરોડિયા ગામનો રહેવાસી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગરોડિયાથી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાથમિક તારણ મુજબ, રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા થઈ હોવાનું જણાય છે. દીપક પટેલે આરોપીને રૂપિયા આપ્યા હતા અને તેની પાછી ઉઘરાણી કરવાની બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી, જે હત્યા સુધી પહોંચી ગઈ હતી. પોલીસ હાલ આરોપીનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. શક્યતા છે કે બપોર સુધીમાં પોલીસ સત્તાવાર રીતે આ અંગે આરોપીને દર્શાવી પણ શકે છે અને મીડિયાને માહિતી પણ આપી શકે. ગુરુવારે રાત્રે ગરોડિયા ગામની સીમમાં દીપક પટેલની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ગામના જ એક વ્યક્તિ ઉપર શંકા ઉઠી હતી. હાલ તો આરોપી ઇન્દ્રજીત ગરોડિયાને પોલીસે ઝડપી લીધો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.