Ahmedabad Plane Crash Update: 242 યાત્રી પૈકી ભાગ્યે જ કોઈ યાત્રી બચે તેવી શક્યતા
ગુરુવારે (12 જૂન, 2025) બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત થયા છે. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે.
પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું
સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી "કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે.
આ અકસ્માત પછી, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.