Ahmedabad Police | પોલીસ પર આક્ષેપ લગાવનાર આયશા ગલેરિયા કેસમાં થયો ખુલાસો
સોશ્યલ મીડીયામાં વિડ્યો મારફતે યુવતીએ પોલીસ પર કરેલા આરોપ મામલે એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. અમદાવાદ શહેર પોલીસે વિડીયો વાયરલ થયા બાદ યુવતી અંગે તપાસ કરવામાં આવતા યુવતી અને તેના ભાઈ સામે અગાઉ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને તેમની અટક પણ કરાઈ હોવાની બાબત સામે આવી છે. આયેશા ગ્લોરિયા નામની યુવતીએ સરખેજ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી જે બાદ આ વિષય ચર્ચામાં આવ્યો હતો. જોકે પોલીસે પ્રાથમિક તપાસ કરતા આયશા અને તેના ભાઈ ફૈઝલ સામે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં એક વાહન ચાલકને ધમકાવીને ગાળા ગાળી કરી હતી, જે બાબતે બંને ભાઈ અને બહેનની અટક પણ કરાઈ હતી. વર્ષ 2023 ઓક્ટોબર મહિનામાં વાય એમ સી એ ક્લબ પાસે જ એક વાહન ચાલક સાથે આયશાની તકરાર થઈ હતી, જે બાદ તેના ભાઈ ફૈઝલ ને બોલાવી વાહન ચાલકને ધમકાવ્યો હતો. જેના આધારે ફરિયાદીએ એક નવેમ્બરના રોજ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, અને બાદમાં ભાઈ બહેન ની અટકાયત કરાઈ હતી.